Toll Free No.18002744151 

FAQ

  • Ques.1
    ખેલ મહાકુંભ ક્યારથી શરૂ થાય છે ?
  • Ans.
    આ વર્ષે ખેલ મહાકુંભ ૨, ઓગષ્ટ-૨૦૧૮ થી શરૂ થશે. જેનું રજિસ્ટ્રેશન તા.૦૨/૦૮/૨૦૧૮થી શરૂ થશે.
  • Ques.2
    રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શું છે ?
  • Ans.
    • જ્યાં ઈન્ટરનેટની વ્યવસ્થા ઉપલબ્ધ હશે ત્યાંથી રજિસ્ટ્રેશન કરાવી શકાશે.
    • ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવા માટેની વેબસાઈટ www.khelmahakumbh.org છે. તેમજ મોબાઈલ એપ્લીકેશનથી ઓનલાઈન રજિસ્ટ્રેશન થઈ શકશે.
    • khelmahakumbh -2018 એન્ડ્રોઈડ અને આઈ.ઓ.એસ. મોબાઈલ એપ થી ઓનલાઈન રજિસ્ટ્રેશન થઈ શકશે.
    • અં-૯, અં-૧૧, અં-૧૪, અં-૧૭ તથા ઓપન એઈજ (સિનિયર) ગૃપમાં શાળામાં અભ્યાસ કરતાં ખેલાડીઓએ જે તે શાળામાંથી રજિસ્ટ્રેશન કરવાનું ફરજીયાત છે.
    • કોલેજમાં અભ્યાસ કરતાં ખેલાડીઓએ ઓનલાઈન તેમજ કોલેજ મારફતે રજિસ્ટ્રેશન કરી શકશે.
    • અભ્યાસ ન કરતાં હોય તેવા ખેલાડીઓ પણ પોતાના ગામની સ્કુલ/હાઈસ્કુલમાંથી રજિસ્ટ્રેશન કરાવી શકશે.
    • જિલ્લાકક્ષાએ જિલ્લા રમતગમત અધિકારીની કચેરી અને સિનિયર કોચની કચેરીએથી પણ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકશે.
  • Ques.3
    રજિસ્ટ્રેશનની સાથે આધાર કાર્ડ/બેન્કની વિગત દર્શાવવી જરૂરી છે ?
  • Ans.
    હા,
    • રજિસ્ટ્રેશન ફોર્મમાં જ ખેલાડીએ પોતાના બેન્ક એકાઉન્ટ નંબર, નામ, IFSC કોડ અવશ્ય દર્શાવવાનો રહેશે.
    • આધાર કાર્ડ હોય તો આધાર નંબર અવશ્ય દર્શાવવાનો રહેશે.
  • Ques.4
    અગાઉ રજિસ્ટ્રેશન કરાવેલ હોય તો ચાલુ વર્ષે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે ?
  • Ans.
    હા, ગત વર્ષના KMK ID થી રજિસ્ટ્રેશન થઈ શકશે.
  • Ques.5
    રજિસ્ટ્રેશન કરાવનાર શાળાને કોઈ પ્રોત્સાહન આપવામાં આવે છે ?
  • Ans.
    હા,
    દરેક શાળાને શાળા દ્વારા થયેલ ખેલાડીઓના રજિસ્ટ્રેશન દીઠ રૂ.૧/- અને પાર્ટીશીપેશન દીઠ રૂ.૨/- એમ કુલ રૂ.૩/- સંબંધિત શાળાને આપવામાં આવશે. પાર્ટીશીપેશન થયેલ સંખ્યાને આધારે પ્રોત્સાહન (Incentive) આપવામાં આવશે.
  • Ques.6
    ખેલ મહાકુંભમાં કોણ ભાગ લઈ શકે ?
  • Ans.
    ૯ વર્ષથી નીચેથી લઈ ૬૦ વર્ષથી ઉપરના વયસ્ક રમતવીર વિધાર્થી અને બીન વિધાર્થી ભાઈઓ અને બહેનો ભાગ લઈ શકે છે.
  • Ques.7
    ખેલ મહાકુંભમાં કેટલી રમતો છે ?
  • Ans.
    ખેલ મહાકુંભમાં ૩૪ રમતો છે. વધુ વિગતો www.khelmahakumbh.org ઉપર દર્શાવેલ છે.
  • Ques.8
    સ્પર્ધાઓ ક્યારે છે ?
  • Ans.
    ૧. સ્પોર્ટ્સ ડે - તા.૧૮/૦૯/૨૦૧૮
    • આ દિવસે તમામ શાળાઓમાં શાળાકક્ષાએ ૧૭ વર્ષથી નીચેની વયજુથમાં ખેલમહાકુંભની ઓછામાં ઓછી એક રમતમાં તમામ શાળાઓએ ફરજીયાત ભાગ લેવાનો રહેશે.
    • શાળાઓમાં ૩૦ મી દોડ, ૫૦ મી દોડ, સ્ટેન્ડીંગબ્રોર્ડ જમ્પ, ૧૦૦ મી. દોડ, કબડ્ડી, ખોખો તથા ખેલમહાકુંભની અન્ય રમતોની સ્પર્ધાઓનું આયોજન કરી સ્પોર્ટસ ડે ઉજવવાનો રહેશે.
    • બાળકોને ફરજીયાત ભાગ લેવડાવવાનો રહેશે. તેમાં ભાગ લેનાર તમામ બાળકોનું રજિસ્ટ્રેશન અને પાર્ટીશીપેશન ગણાશે.

    ૨. શાળા/ગ્રામ્યકક્ષાની સ્પર્ધા - ૧૯/૦૯/૨૦૧૮ થી ૨૧/૦૯/૨૦૧૮ (૩ દિવસ)
    ૩. તાલુકા/ઝોનકક્ષાની સ્પર્ધા - ૨૨/૦૯/૨૦૧૮ થી ૨૬/૦૯/૨૦૧૮ (૫ દિવસ)
    ૪. જિલ્લા/મહાનગરપાલીકાકક્ષાની સ્પર્ધા-૨૦/૧૦/૨૦૧૮ થી ૦૩/૧૧/૨૦૧૮ (૧૫ દિવસ)
    ૫. રાજયકક્ષાની સ્પર્ધા - ૦૧/૧૨/૨૦૧૮ થી ૩૧/૧૨/૨૦૧૮ (૩૦ દિવસ)
    નોંધ:- જન્માસ્ટમી, નવરાત્રી, પરીક્ષા અને દિવાળી વેકેશનને ધ્યાનમાં લઈ કાર્યક્રમ તૈયાર કરેલ છે.
  • Ques.9
    કઈ કઈ કક્ષાની સ્પર્ધાઓ યોજવામાં આવનાર છે ?
  • Ans.
    શાળા/ગ્રામ્યકક્ષા, તાલુકા/ઝોનકક્ષા, જિલ્લા/મહાનગરપાલીકાકક્ષા અને રાજયકક્ષાએ સ્પર્ધાઓનું આયોજન થાય છે. સ્પર્ધા સ્થળ અને તારીખની વિગતો વેબસાઈટ www.khelmahakumbh.org ઉપર મુકવામાં આવશે.
  • Ques.10
    સ્પર્ધાઓની તારીખ અને સ્થળની જાણ કેવી રીતે થશે ?
  • Ans.
    રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ KMK ID મારફત સ્પર્ધાની તારીખ અને સ્થળ વેબસાઈડ ઉપર જોઈ શકાશે.
  • Ques.11
    દિવ્યાંગ ખેલાડીઓ માટે ખેલ મહાકુંભનું આયોજન છે ?
  • Ans.
    હા, દિવ્યાંગ ખેલાડીઓ માટે પણ દર વર્ષની જેમ સ્પે.ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવેલ છે. અને તેના માટે સંબંધિત સંસ્થાઓ મારફત રજિસ્ટ્રેશન થઈ શકશે.
  • Ques.12
    શિક્ષકો માટે સ્પર્ધાઓનું આયોજન છે ?
  • Ans.
    હા, શિક્ષકો માટે એથ્લેટીક્સ, ચેસ, વોલીબોલ, યોગાસન રમતની સ્પર્ધાઓ યોજવામાં આવનાર છે.

  • Ques.13
    શાળાઓને શું પ્રોત્સાહન આપવામાં આવે છે ?
  • Ans.
    તાલુકા, જિલ્લા અને રાજયકક્ષાએ શ્રેષ્ઠ શાળાઓને નીચે મુજબ અનુદાન સ્વરૂપે રોકડ પુરસ્કાર આપવામાં આવશે.
    • તાલુકા/ઝોનદીઠ તાલુકા/ઝોનની શ્રેષ્ઠ શાળાને અનુક્રમે રૂ.૨૫ હજાર રૂ.૧૫ હજાર અને રૂ.૧૦ હજાર અનુદાન સ્વરૂપે રોકડ પુરસ્કાર
    • જિલ્લા/મહાનગરપાલીકા દીઠ જિલ્લા/મહાનગરપાલીકાની શ્રેષ્ઠ શાળાને અનુક્રમે રૂ.૧.૫૦ લાખ રૂ.૧.૦૦ લાખ અને રૂ.૦.૭૫ લાખ અનુદાન સ્વરૂપે રોકડ પુરસ્કાર
    • રાજયકક્ષાએ શ્રેષ્ઠ શાળાને અનુક્રમે રૂ.૫.૦૦ લાખ રૂ.૩.૦૦ લાખ અને રૂ.૨.૦૦ લાખ અનુદાન સ્વરૂપે રોકડ પુરસ્કાર
  • Ques.14
    ચાલુ વર્ષે ધોરણ પ્રમાણે સ્પર્ધા યોજવામાં આવનાર છે ?
  • Ans.
    ચાલુ વર્ષે કોઈ પણ રમતવીર જન્મ તારીખના આધારે કટ ઓફ ડેટ તા.૩૧/૧૨/૨૦૧૮ ને ધ્યાને રાખી ભાગ લઈ શકશે.
  • Ques.15
    ચાલુ વર્ષે SGFIની રમતોનો સમાવેશ છે ?
  • Ans.
    હા, ખેલ મહાકુંભની અંડર-૧૪ અને અંડર-૧૭ની SGFIની સ્પર્ધાઓ ખેલ મહાકુંભની સાથે જ યોજવામાં આવનાર છે.
  • Ques.16
    જિલ્લાકક્ષાની સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓને શું પ્રોત્સાહન આપવામાં આવે છે ?
  • Ans.
    • તાલુકાકક્ષાની સ્પર્ધામાંથી વિજેતા થયેલ ખેલાડીઓને જિલ્લાકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે આવવા જવાનો પ્રવાસ ખર્ચ આપવામાં આવશે. આ ઉપરાંત વિજેતાઓને પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર આપવામાં આવશે.
  • Ques.17
    રાજયકક્ષાની સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓને શું પ્રોત્સાહન આપવામાં આવે છે ?
  • Ans.
    • જિલ્લાકક્ષાની સ્પર્ધામાંથી વિજેતા થયેલ ખેલાડીઓને રાજયકક્ષાની સ્પર્ધા માટે ભાગ લેવા જવાનો પ્રવાસ ખર્ચ, ટી-શર્ટ, નિવાસ, ભોજન, સાધન, મેદાન વગેરેની સુવિધાઓ આપવામાં આવશે.
    • રાજયકક્ષાની સ્પર્ધામાં પ્રથમ, દ્રિતિય અને તૃતિય ક્રમે વિજેતા થયેલ ખેલાડીઓને નીચે મુજબ પ્રોત્સાહન આપવામાં આવશે.
    o રોકડ પુરસ્કાર
    o પ્રમાણપત્ર
    o ટ્રેકશુટ
    o મેડલ
  • Ques.18
    જિલ્લા અને રાજયકક્ષાના વિજેતા ખેલાડીઓને શું રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. ?
  • Ans.
    પ્રથમ, દ્રિતિય અને તૃતિય ક્રમના વિજેતા ખેલાડીઓને નીચે મુજબના રોકડ પુરસ્કાર આપવામાં આવશે.
    • જિલ્લાકક્ષા (વ્યક્તિગત રમત)
    o અં-૯, અં-૧૧, અં-૧૪ને અનુક્રમે રૂ.૩૦૦૦/-, રૂ.૨૦૦૦/-, રૂ.૧૦૦૦/-
    o અં-૧૭ અને ઓપન એજ ગૃપ, અબવ-૪૦, અબવ-૬૦ને અનુક્રમે રૂ.૫૦૦૦/-, રૂ.૩૦૦૦/-, રૂ.૨૦૦૦/-
    • જિલ્લાકક્ષા (ટીમ રમત)
    o અં-૧૪ને અનુક્રમે રૂ.૧૫૦૦/-, રૂ.૧૦૦૦/-, રૂ.૭૫૦/-
    o અં-૧૭ અને ઓપન એજ ગૃપ, અબવ-૪૦, અબવ-૬૦ને અનુક્રમે રૂ.૩૦૦૦/-, રૂ.૨૦૦૦/-, રૂ.૧૦૦૦/-

    • રાજયકક્ષા (વ્યક્તિગત રમત)
    o અં-૯, અં-૧૧, અં-૧૪ને અનુક્રમે રૂ.૫૦૦૦/-, રૂ.૩૦૦૦/-, રૂ.૨૦૦૦/-
    o અં-૧૭ અને ઓપન એજ ગૃપ, અબવ-૪૦, અબવ-૬૦ને અનુક્રમે રૂ.૧૦૦૦૦/-, રૂ.૭૦૦૦/-, રૂ.૫૦૦૦/-
    • રાજયકક્ષા (ટીમ રમત)
    o અં-૧૪ને અનુક્રમે રૂ.૩૦૦૦/-, રૂ.૨૦૦૦/-, રૂ.૧૦૦૦/-
    o અં-૧૭ અને ઓપન એજ ગૃપ, અબવ-૪૦, અબવ-૬૦ને અનુક્રમે રૂ.૫૦૦૦/-, રૂ.૩૦૦૦/-, રૂ.૨૦૦૦/-
  • Ques.19
    રોકડ પુરસ્કાર કઈ રીતે આપવામાં આવશે ?
  • Ans.
    રોકડ પુરસ્કાર DBT (Direct Benefit Transfer) દ્વારા બેન્ક મારફત જે તે ખેલાડી/વાલી (માતા/પિતા) ના ખાતામાં સીધે સીધા તબદીલ કરવામાં આવશે.